ડિપ્રેશન ને માત આપવાનું કામ અઘરું છે પણ સો ટાકા શક્ય છે.
આપણે ડિપ્રેશનમાં વ્યક્તિ પોતાની જાતને કેવી રીતે મદદરૂપ થઈ શકે તેની વાત કરવાના હતા, તો ચાલો શરુ કરીએ. આમ જોવા જશો તો આ બધી વાતો ખૂબ સરળ અને નાની લાગશે પરંતુ તેને પકડી રાખીને પોતાના મનની નકારાત્મક અવ્યવસ્થા સામે લડવુ એ પ્રયત્ન અને સાતત્ય માંગી લે તેમ છે. માત્ર આ બાબતો એક જ બેઠા કે વાંચી જવાથી પોતાની જાતને મદદ નહીં થાય પરંતુ દરેક બાબત શાંતિથી વાંચો, જે તે મુદ્દા વિશે વિચારો, તમારા કિસ્સામાં એ મુદ્દો કેટલો અગત્યનો છે તે મુલવો અને તેને અનુરૂપ તમારે તમારામાં જે ફેરફારો લાવા પડે તે માટે માસિક રીતે તૈયાર થાવ.તમે રાતોરાત આ પરિવર્તનને નહીં લાવી શકો પરંતુ ધીરજપૂર્વક નો સાતત્યપૂર્ણ અભિગમ ચોક્કસ પરિણામો આપશે જ. ડિપ્રેશન તમારા મને નકારાત્મક અવસ્થા છે જે તમારી માનસિક શક્તિઓ, ઈચ્છાઓ અને મનોબળને નબળું પાડી દે છે.આ સંજોગોમાં...