ડિપ્રેશન ને માત આપવાનું કામ અઘરું છે પણ સો ટાકા શક્ય છે.

           આપણે ડિપ્રેશનમાં વ્યક્તિ પોતાની જાતને કેવી રીતે મદદરૂપ થઈ શકે તેની વાત કરવાના હતા,  તો ચાલો શરુ કરીએ. આમ જોવા જશો તો આ બધી વાતો ખૂબ સરળ અને નાની લાગશે પરંતુ તેને પકડી રાખીને પોતાના મનની નકારાત્મક અવ્યવસ્થા સામે લડવુ એ પ્રયત્ન અને  સાતત્ય માંગી લે તેમ છે. માત્ર આ બાબતો એક જ બેઠા કે વાંચી જવાથી પોતાની જાતને મદદ નહીં થાય પરંતુ દરેક બાબત શાંતિથી વાંચો, જે તે મુદ્દા વિશે વિચારો, તમારા  કિસ્સામાં એ મુદ્દો કેટલો અગત્યનો છે તે મુલવો અને તેને અનુરૂપ તમારે તમારામાં જે ફેરફારો લાવા પડે તે માટે માસિક રીતે તૈયાર થાવ.તમે રાતોરાત આ પરિવર્તનને નહીં લાવી શકો પરંતુ ધીરજપૂર્વક નો સાતત્યપૂર્ણ અભિગમ ચોક્કસ પરિણામો આપશે જ.

                                       

                 ડિપ્રેશન તમારા મને નકારાત્મક અવસ્થા છે જે તમારી માનસિક શક્તિઓ, ઈચ્છાઓ અને મનોબળને નબળું પાડી દે છે.આ સંજોગોમાં તમને સારું લાગે તે માટે જરૂરી એવી બાબતોમાં મન પરોવવું પણ તમારા માટે અઘરું બની જતુ હોય છે. સમજી શકાય એવું છે કે "ડિપ્રેશન" સામે લડત આપવી એ સહેલી નથી પરંતુ સાથે સાથે એ પણ યાદ રાખવું   કે આ લડત આપવી અશક્ય પણ નથી. માત્ર મન મક્કમ કરવાથી તે જતું નથી સેવન રહેવાનું પણ થોડું મનોબળ એકઠુ  કરી તેની સામે પડવાથી તમે તમારી જાતને મદદ ચોક્કસ કરી શકો છો. તમને સારું લાગે તેવી પરિસ્થિતિ સર્જાતા થોડો સમય  લાગે પરંતુ એ માટે તમારે રોજ-બરોજ પ્રયત્નશીલ રહેવું  પડશે  અને નાની-નાની  હકારાત્મકતા કો ધ્યાનમાં રાખવી પડશે.

                       યાદ રાખો જ્યારે તમે હતાશા અનુભવતા હો અને તમે દ્રઢતાપૂર્વક એ હતાશાનો સામનો કરવા માનસિક રીતે તૈયાર થાવ ત્યારે "ડિપ્રેશન" સામેનો તમારો જંગ જીતવા ના પાયા નંખાઈ જાય છે! તમારી આ માનસિક તૈયારી તમને ઝડપથી સાજા થવામાં મદદરૂપ થાય છે અને દવાઓ ઉપરનું તમારુ લોડ  ઘટાડે છે.

                      નાના નાના પ્રયત્નોથી તમારી જાતને મદદ કરવાનું ચાલુ કરવાનું છે અને ધીમે ધીમે મક્કમતાપૂર્વક આગળ વધતા જવાનું છે. તમારી જાતને મદદ કરવાના તમારા નાના પ્રયત્ન સરવાળે તમને જલદી સાજા હવામાન મોટી સફળતા અપાવશે. ભલે ધીમે ધીમે આગળ વધો પણ રોજેરોજ તેની પાછળ લાગેલા રહો. તમારી જાતને મદદ કરવા માટે સૌથી જરૂરી અને પહેલી બાબત એ છે કે તમે ડિપ્રેશન અને મનની નબળાઈ તરીકે સ્વીકારો. મોટાભાગની વ્યક્તિઓ અને તેના સગાઓ આ બીમારીને સ્વીકારતા અચકાય છે અને સરવાળે વધારે રીબાય છે. ડિપ્રેશન મનની નબળાઈ નથી પરંતુ મગજના રસાયણો ના સ્તરમાં  ઉભી હતી ગડબડ ને કારણે થતો એક જેવી જૈવિક રોગ છે. આ સમજ તમને ઝડપથી સાજા થવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. તમારી આ સ્વીકૃતિ તમારી જાતને મદદ કરવા નું પહેલું પગલું છે.

                                         

             વિશ્વ આરોગ્ય સંસ્થાના અંદાજ મુજબ સન 2030 સુધીમાં ડિપ્રેશન માનવજાતને રીભાવતી બીમારીઓની યાદીમાં પ્રથમ સ્થાને હશે આ સંસ્થાના સર્વિસ સર્વેક્ષણ મુજબ આજે વિશ્વમાં લગભગ ૩૫ કરોડથી વધુ લોકો ડિપ્રેશનથી પીડાય છે પરંતુ આ આંકડા હિમશીલા ની ટોચ જેવા છે વાસ્તવમાં ડિપ્રેશન થી પીડાનારા  વ્યક્તિઓની સંખ્યા તો વાસ્તવમાં આ આંકડા કરતા અનેક ગણી હશે કારણ કે મોટાભાગની વ્યક્તિઓ તો તેમની આ સ્થિતિ સ્વીકારતા જે નહિ અને સ્વીકારે છે તો છુપાવતા હોય છે! ટૂંકમાં, ડિપ્રેશનમાં પોતાની જાતને મદદ કરવાનું બીજું પગલું એ સમજ છે કે 'તમે એકલા નથી જે ને ડિપ્રેશન થયું હોય, દુનિયાના ખૂણેખૂણે એવા અસંખ્ય લોકો છે કે જેઓ હતાશાથી પીડા છે અને તેની સામે જંગ ખેલે છે. આ વાસ્તવિકતા વ્યક્તિને "ડિપ્રેશન" સામે ટક્કર ઝીલવા માટે નું એક નવું બળ આપે છે.


                                     


             હતાશા દૂર કરવામાં તમારી જાતને મદદ કરવા માટે ની ત્રીજી અગત્યની સમસ્યા એ છે કે તમારી સારવારમાં સૌથી અગત્યનો ભાગ તમે પોતે જ ભજવી શકો છો. તમારા કુટુંબીજનો, મિત્રો, સ્નેહીઓ કે તમારા ડોક્ટર તમને જેટલી મદદ કરી શકે છે તેના કરતા ઘણી વધુ મદદ તમે તમારી જાતને કરી શકો છો ડૉક્ટર  દવા કરશે કાઓઉન્સેલીંગ  કરશે અને બીજા ટેકો આપશે. હિંમત આપશે  પણ બધો જ બદલાવ તો તમારે જાતે જ લાવવાનું છે તેવી સ્પષ્ટ સમજ  તમારા મનમાં હોવી જોઈએ.

Comments

Popular posts from this blog

Healthy Lifestyle for Students and Children.

Cell phone radiation effects on human body