Posts

Showing posts from April, 2021

ડિપ્રેશન ને માત આપવાનું કામ અઘરું છે પણ સો ટાકા શક્ય છે.

Image
            આપણે ડિપ્રેશનમાં વ્યક્તિ પોતાની જાતને કેવી રીતે મદદરૂપ થઈ શકે તેની વાત કરવાના હતા,  તો ચાલો શરુ કરીએ. આમ જોવા જશો તો આ બધી વાતો ખૂબ સરળ અને નાની લાગશે પરંતુ તેને પકડી રાખીને પોતાના મનની નકારાત્મક અવ્યવસ્થા સામે લડવુ એ પ્રયત્ન અને  સાતત્ય માંગી લે તેમ છે. માત્ર આ બાબતો એક જ બેઠા કે વાંચી જવાથી પોતાની જાતને મદદ નહીં થાય પરંતુ દરેક બાબત શાંતિથી વાંચો, જે તે મુદ્દા વિશે વિચારો, તમારા  કિસ્સામાં એ મુદ્દો કેટલો અગત્યનો છે તે મુલવો અને તેને અનુરૂપ તમારે તમારામાં જે ફેરફારો લાવા પડે તે માટે માસિક રીતે તૈયાર થાવ.તમે રાતોરાત આ પરિવર્તનને નહીં લાવી શકો પરંતુ ધીરજપૂર્વક નો સાતત્યપૂર્ણ અભિગમ ચોક્કસ પરિણામો આપશે જ.                                                           ડિપ્રેશન તમારા મને નકારાત્મક અવસ્થા છે જે તમારી માનસિક શક્તિઓ, ઈચ્છાઓ અને મનોબળને નબળું પાડી દે છે.આ સંજોગોમાં તમને સારું લાગે તે માટે જરૂરી એવી બાબતોમાં મન પરોવવું પણ તમારા માટે અઘરું બની જતુ હોય છે. સમજી શકાય એવું છે કે "ડિપ્રેશન" સામે લડત આપવી એ સહેલી નથી પરંતુ સાથે સાથે એ પણ યાદ રાખવું   કે આ લડત આપવી અશ